Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના નવા 298 કેસ, 5 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.98 ટકા

Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના નવા 298 કેસ, 5 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.98 ટકા

ગાંધીનગર, 16 જુન 2021 બુધવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તે પ્રજા અને સરકાર માટે રાહતજનક સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10012 થયો છે. રાજ્યમાં આજે 935 દર્દીઓને રજા આપવામાં છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.98 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 803122 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8242 પર પહોંચ્યો છે. જેમાંથી 209 દર્દી વેન્ટિલેટર પર અને 8033 લોકોની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસ અને મોતની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદમાં નવા 48 કેસ સાથે 2 દર્દીનાં મોત, સુરતમાં નવા 73 કેસ સાથે એકનું મોત, વડોદરામાં 31 અને રાજકોટમાં 23 કેસ, જામનગરમાં 25 અને ભાવનગરમાં 4 કેસ, ગાંધીનગરમાં 6 અને જૂનાગઢમાં 19 કેસ, ગીર સોમનાથમાં 14, અમરેલી-આણંદમાં 10-10 કેસ, પોરબંદરમાં 8, કચ્છ-વલસાડમાં 7-7 કેસ, ભરૂચમાં 6, દ્વારકા-ખેડા-નવસારીમાં 4-4 કેસ, પંચમહાલ-સાબરકાંઠામાં 4-4, અરવલ્લીમાં 1 કેસ, દાહોદ-મહેસાણા-નર્મદા-પાટણ-સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 2,18,062 લોકોનું રસી લગાવવામાં આવી છે, 899 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2306 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 31,721 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 20,195 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,60577 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 2364 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. 

Share: