Coronavirus : રાજ્યમાં આજે 3,255 નવા કેસ, 44 દર્દીઓનાં મોત, 90.92 ટકા રિકવરી રેટ

Coronavirus : રાજ્યમાં આજે 3,255 નવા કેસ, 44 દર્દીઓનાં મોત, 90.92 ટકા રિકવરી રેટ

ગાંધીનગર, 25 મે 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસો અને તેની સાથે-સાથે મૃત્યુઆંકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 3,255 કેસો નોંધાયા છે અને જ્યારે 44 દર્દીઓનાં કોરોનાથી મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,22,741 થઈ છે અને કુલ મૃત્યુઆંક 9,665 થયો છે. 

કોરોનાથી સાજા થયેલા કુલ 9,676 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,22,741 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં રીકવરી રેટ 90.92 ટકા જેટલો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 62,506 થયા છે, જેમાં 603 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 61,903 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ શહેરમાં 491, વડોદરામાં 335, સુરત શહેરમાં 226, રાજકોટ શહેરમાં 137, વડોદરામાં જિલ્લામાં 127, આમંદમાં 121, જૂનાગઢ શહેરમાં 107, બનાસકાંઠામાં 107, ખેડામાં 98, કચ્છમાં 97, અમરેલીમાં 96, જૂનાગઢ જિલ્લામાં 95, પંચમહાલમાં 93, રાજકોટમાં 78, મહેસાણામાં 65, જામનગર કોર્પોરેશનમાં 62, વલસાડમાં 62, ભાવનગરમાં 47, ગાંધીનગર શહેરમાં 43, જામનગર જિલ્લામાં 41, સાબરકાંઠામાં 41 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જ્યારે ભરૂચમાં 39, ગીર સોમનાથમાં 39, પોરબંદરમાં 38, અલવલ્લીમાં 37, નર્મદામાં 37, મહીસાગરમાં 35, અમદાવાદ જિલ્લામાં 31, પાટણમાં 31, ગાંધીનગર જિલ્લામાં 30, દેવભૂમિ દ્વારકામાં 26, તાપીમાં 23, દાહોદમાં 22, સુરેન્દ્રનગરમાં 16, નવસારીમાં 15, મોરબીમાં 10, છોટાઉદેપુરમાં 8, ડાંગમાં 6, બોટાદમાં 1 મળીને કુલ 3255 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 2,28,810 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં 4,867 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 6,325 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 63,781 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉંમરના 25,554 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,28,283 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.

Share: