Corona cases: રાજ્યમાં 4205 નવા કેસ, 54 દર્દીનાં મોત, રિકવરી રેટ 88.57

Corona cases: રાજ્યમાં 4205 નવા કેસ, 54 દર્દીનાં મોત, રિકવરી રેટ 88.57

ગાંધીનગર, 22 મે 2021 શનિવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં દરરોજ ઘટાડો થઇ રહ્યો છે, જે આનંદની વાત છે, પરંતું મ્યુકોરમાઇકોસિસનાં વધી રહેલા કેસ ચિંતાનો વિષય બન્યા છે, ગુજરાતમાં તેના સૌથી વધુ દર્દીઓ છે, આજે રાજ્યમાં કોરોનાનાં નવા 4205 કેસ નોંધાયા છે. જ્યારે 8445 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનાં કારણે 54 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9523 થયો છે. 

રાજ્યમાં અત્યાર સુધી 695026 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો 80127 થયો છે. જેમાંથી 679 દર્દી વેન્ટિલેટર પર અને 79448 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 88.57 ટકા છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 692, વડોદરા કોર્પોરેશન- 380, સુરત કોર્પોરેશન-294, રાજકોટ કોર્પોરેશન- 169, વડોદરા- 165, રાજકોટ 162, સુરત 156, સાબરકાંઠા  134, પાટણ 125, જામનગર કોર્પોરેશન 118, મહેસાણા 115, પંચમહાલ 115, બનાસકાંઠા 113, આણંદ 106, કચ્છ 106, ખેડા 104, ભરુચ 100, અમરેલી 83, પોરબંદર 82, જૂનાગઢ કોર્પોરેશન 73, જામનગર 71, ભાવનગર કોર્પોરેશન 66, મહીસાગર 59, જૂનાગઢ 58, ગીર સોમનાથ 57, ભાવનગર 52, દાહોદ 49, નવસારી 49, સુરેન્દ્રનગર 47, વલસાડ 45, ગાંધીનગર 44, દેવભૂમિ દ્વારકા 43, ગાંધીનગર કોર્પોરેશન 38, નર્મદા 29, અરવલ્લી 22, અમદાવાદ 19, ડાંગ 19, છોટા ઉદેપુર 16, મોરબી 14, તાપી 12 અને બોટાદ 4  કેસ સાથે કુલ  4205 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 54 દર્દીઓનાં મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન 0, વડોદરા કોર્પોરેશન- 3, સુરત કોર્પોરેશન-6, રાજકોટ કોર્પોરેશન- 3, વડોદરા- 3, રાજકોટ 2, સુરત 4, સાબરકાંઠા  1, પાટણ 1, જામનગર કોર્પોરેશન 3, મહેસાણા 2, પંચમહાલ 0, બનાસકાંઠા 3, આણંદ 0, કચ્છ 1, ખેડા 1, ભરૂચ 2, અમરેલી 1, પોરબંદર 1, જૂનાગઢ કોર્પોરેશન 1, જામનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 0, જૂનાગઢ 0, ગીર સોમનાથ 1, ભાવનગર 1, દાહોદ 1, નવસારી 0, સુરેન્દ્રનગર 1, વલસાડ 0, ગાંધીનગર 0, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 7, ડાંગ 0, છોટા ઉદેપુર 1, મોરબી 0, તાપી 0 અને બોટાદ 0 મોત નો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,47,860 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં 1,52,15,612 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.

Share: