Corona cases: રાજ્યમાં કોરોનાના 352 કેસ નોંધાયા, 4 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.70 ટકા

Corona cases: રાજ્યમાં કોરોનાના 352 કેસ નોંધાયા, 4 દર્દીનાં મોત, રિકવરી રેટ 97.70 ટકા

ગાંધીનગર, 15 જુન 2021 મંગળવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહેલુ જોવા મળી રહ્યું છે, આજે રાજ્યમાં નવા 352 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1006 દર્દીઓએ રજા આપવામાં આવી છે, રાજ્યમાં રિકવરી રેટ 97.70 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 802187 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8884 પર પહોંચ્યો છે. જેમાંથી 219 દર્દી વેન્ટિલેટર પર અને 8665 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોના વાયરસ કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 48, સુરત કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશનમાં 29, સુરત 23, રાજકોટ કોર્પોરેશન 22, વડોદરા 21, પોરબંદર 13, ગીર સોમનાથ 12, ખેડા 12, અમરેલી 10, ભરૂચ 10, બનાસકાંઠા 9, જૂનાગઢમાં 9, નવસારી 9, વલસાડ 8, ગાંધીનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 6, કચ્છ 6, પંચમહાલ 6, સાબરકાંઠા 6, આણંદ 5, દેવભૂમિ દ્વારકા 5 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કોરોનાનથી કુલ 4 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, જૂનાગઢ 1 દર્દીનું મોતનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં આજે 2,63,630 લોકોનું રસી લગાવવામાં આવી છે, 1282 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2462 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 41,751 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 28,055 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,87,214 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 2866 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. 

Share: