Corona cases: રાજ્યમાં આજે 996 નવા કેસ, 15 દર્દીનાં મોત, રિકવરી રેટ 96.32 ટકા

Corona cases: રાજ્યમાં આજે 996 નવા કેસ, 15 દર્દીનાં મોત, રિકવરી રેટ 96.32 ટકા

ગાંધીનગર, 5 જુન 2021 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 996 કેસ નોંધાયા છે. જ્યારે 15 દર્દીના સંક્રમણનાં કારણે મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 થયો છે. રાજ્યમાં આજે 3004 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 20087 પર પહોંચ્યો છે. જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર અને 19705 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.32 ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 142, વડોદરા કોર્પોરેશનમાં 132,  સુરત કોર્પોરેશન 81, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 93, જૂનાગઢ 48, સુરત 46, ગીર સોમનાથ 41,  ભરૂચ 36, રાજકોટ 28, આણંદ 26,જામનગર કોર્પોરેશન 25,  અરવલ્લી 21, ખેડા 20, નવસારી 17, વલસાડ 16,   બનાસકાંઠા 15, કચ્છ 15, મહેસાણા 15, મહીસાગર 14, અમરેલી 13,  જૂનાગઢ કોર્પોરેશન 13,  ભાવનગર 12, જામનગર 11,  પંચમહાલ 10, સાબરકાંઠા 10, ગાંધીનગર કોર્પોરેશન 8, પોરબંદર 8,  અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7,  દેવભૂમિ દ્વારકા 7,  ગાંધીનગર 5, મોરબી 5, પાટણ 4, સુરેન્દ્રનગર 3,  છોટા ઉદેપુર 2, નર્મદા 2, તાપી 2, દાહોદ 2, બોટાદ 0 અને ડાંગમાં 0  કેસ  સાથે કુલ 996 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશનમાં  1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1,  સુરતમાં 2,  રાજકોટમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1,  અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશન 1 અને  નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ પહેલીવાર આજે એક જ દિવસમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 2892 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 3578 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 37,646 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉંમરના 21,268 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,98,123 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે. 

Share: