Corona Cases: રાજ્યમાં આજે 84 નવા કેસ, 3 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.44 ટકા

Corona Cases: રાજ્યમાં આજે 84 નવા કેસ, 3 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.44 ટકા

ગાંધીનગર, 1 જુલાઇ 2021 ગુરૂવાર

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલો સતત ઘટાડો રાહત આપનારો છે, રાજ્યમાં આજે 84 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10062 પર પહોંચ્યો છે,રાજ્યમાં આજે 300 લોકોએ કોરોનાને હરાવ્યો છે, હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,10,751 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.44 ટકા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત અમદાવાદ કોર્પોરેશનમાં 18 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, સુરતમાં 5 કેસ, વડોદરામાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4 કેસ, વલસાડમાં 4 કેસ, અમરેલી 3 કેસ, આણંદ 3 કેસ, જામનગર કોર્પોરેશન 3 કેસ, જૂનાગઢ 3 કેસ, મહેસાણા 3 કેસ, નવસારી 3 કેસ, ભરુચ 2 કેસ,  દેવભૂમિ દ્ધારકામાં 2 કેસ, ગીર સોમનાથ 2 કેસ, જૂનાગઢ કોર્પોરેશન 2 કેસ, સાબરકાંઠા 2 કેસ, બનાસકાંઠા 1 કેસ, જામનગર 1 કેસ, ખેડા 1 કેસ, પોરબંદર 1 કેસ અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે. 

રાજ્યનાં કેટલાક જિલ્લાઓ એવા પણ છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, આ જિલ્લાઓમાં અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, સુરેન્દ્રનગર અને  તાપીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ કુલ 2,84,791 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં રસીકરણનો કુલ આંક 2,59,62,782 પર પહોંચ્યો છે. 

Share: