Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

Corona cases: રાજ્યમાં આજે 455 નવા કેસ, 6 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 9997

ગાંધીનગર, 13 જુન 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9997 પર થયો છે. રાજ્યમાં આજે 1063 દર્દીઓને રજા આપવામાં આવી છે, રાજ્યમાં હાલ રિકવરી રેટ 97.53 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996 લોકોની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશનમાં 71, અમદાવાદ કોર્પોરેશનમાં 54, વડોદરા કોર્પોરેશનમાં 41,  વડોદરા 31,  સુરત 25, રાજકોટ 24, રાજકોટ કોર્પોરેશન 22,  જૂનાગઢમાં 19, નવસારી 17, જૂનાગઢ કોર્પરેશન 15,  ગીર સોમનાથમાં 14,  ભરુચ 11, કચ્છ 10, અમરેલી 9, જામનગર કોર્પોરેશન 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 6, ખેડા 5, પોરબંદર 5, સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 6 લોકોના મોત થયા છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠામાં 1 મોતનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 2,34,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં 993 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 1361 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉંમરના 31,685 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 16,506 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,73,344 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 10,612 લોકોને રસીનો બીજા ડોઝ લગાવવામાં આવ્યો છે.

Share: