Corona Cases: રાજ્યમાં આજે 112 કેસ નોંધાયા, ૩ દર્દીનાં મોત, રિકવરી રેટ 98.33 ટકા

Corona Cases: રાજ્યમાં આજે 112 કેસ નોંધાયા, ૩ દર્દીનાં મોત, રિકવરી રેટ 98.33 ટકા

ગાંધીનગર, 27 જુન 2021 રવિવાર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે કાબુમાં આવતી જોવા મળી રહી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 112 કેસ નોંધાયા છે જ્યારે ૩ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે 305 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3678 છે. જે પૈકી 21 દર્દી વેન્ટીલેટર પર છે.

રાજ્યમાં હાલ 3666 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,506 લોકો કોરોનાને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,051 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.33 ટકા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 13 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ, નવસારી અને વલસાડમાં 4-4 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 3-3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જાનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢ તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2-2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કેસ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, મહાણા, પોરબંદર, રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કોરોનાનાં કારણે ત્રણ દર્દીનાં મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરમાં 1 તથા ભાવનગરમાં 1 મોતનો સમાવેશ થાય છે.

જ્યારે રાજ્યનાં એવા પણ કેટલાક જિલ્લાઓ છે, જ્યાં પણ કેસ નોંધાયો નથી, જેમ કે અમદાવાદ, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 2,40,985 વ્યક્તિઓને રસી લગાવવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.

Share: