Corona Cases: આજે નવા 267 કેસ, 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 4393

Corona Cases: આજે નવા 267 કેસ, 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 4393

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો થતાં સરકાર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે, આજે રાજ્યમાં નવા 267 કોરોના દર્દી નોંધાયા છે. રાજ્યમાં 425 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,55,914 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4393 થયો છે. 

રાજ્યમાં આજે 1549 કેન્દ્રો પર 37,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 4,90,192 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિને રસીની આડઅસર જોવા નથી મળી. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.32 ટકા થઇ ચુક્યો છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના સંક્રમિતોની વિગત આ પ્રમાણે છે જેમાં, અમદાવાદમાં 45, વડોદરામાં 72, રાજકોટમાં 31, જામનગરમાં 7 કેસ, ગાંધીનગરમાં 7, જૂનાગઢ – ભાવનગરમાં 5 – 5 કેસ, નર્મદામાં 9, કચ્છમાં 5, આણંદમાં 4 કેસ, દાહોદ, ગીર સોમનાથ, ખેડા, મહેસાણામાં 3 – 3 કેસ, મોરબી – સાબરકાંઠામાં 3 – 3, ભરૂચમાં 2 કેસ, નવસારી, પંચમહાલ, મહિસાગરમાં 2 – 2 કેસ, અમરેલી, અરવલ્લી, છોટાઉદેપુરમાં 1 – 1 કેસ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયા છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આજે બનાસકાંઠા, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 7 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2,641 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 26 છે. જ્યારે 2,615 લોકો સ્ટેબલ છે. 2,55,914 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

Share: