અમદાવાદની આયશા જેવી ઘટના સુરતમાં બનતા રહી ગઈ, તાપી નદી પર આપઘાત કરે તે પહેલા મહિલાને બચાવાઈ…

અમદાવાદની આયશા જેવી ઘટના સુરતમાં બનતા રહી ગઈ,  તાપી નદી પર આપઘાત કરે તે પહેલા મહિલાને બચાવાઈ…

સુરત, તા. 4 માર્ચ 2021, ગુરૂવાર

અમદાવાદમાં આયશાએ પતિના ત્રાસથી કંટાળી કરેલા આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બનતા બનતા રહી ગઈ છે.

સુરતમાં રહેતી મહિલા આપઘાત કરવા માટે ચોક બજાર ખાતે આવેલ નહેરૂ બ્રિજ પર પહોંચી હતી. મહિલા પૂલની પાળી પર ચડી ગઇ. ત્યાંથી પસાર થતા એક મીડિયાકર્મી અને અન્ય લોકોનું ધ્યાન તે મહિલા તરફ જતા તેમણે દોડીને મહિલાનને પકડી લીધી હતી.

મહિલા સાથે વાત કરતા તેના બે બાળકો હોવાનું અને પતિ દ્વારા અપાતા વારંવારના ત્રાસથી કંટાળી આપઘાત કરવા પહોંચી હોવાનું જણાવ્યુ હતું. જો કે મહિલા આપઘાત કરવા પહોંચી હોવાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને મહિલાને સમજાવી હતી. 

Share: