રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યુ 28 ફેબ્રુઆરી સુધી લંબાયો, હવે રાતના 12થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે

રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યુ 28 ફેબ્રુઆરી સુધી લંબાયો, હવે રાતના 12થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી 2021, સોમવાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્ય સરકારે ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યુને 28 ફૂબ્રુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ રાત્રિ કર્ફ્યુમાં લોકોને એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ ચારેય મહાનગરમાં કર્ફ્યુ રહેશે. આ ચાર મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત ને રાજકોટનો સમાવેશ થાય છે. 

આ નિર્ણય રાત્રિ કર્ફ્યુ મુદ્દે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠક નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અંગત સચિવ, ડીજીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુને 15 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો હતો અને તેની સમય મર્યાદા રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી નક્કી કરી હતી. જેમાં રાતના સમયે હવે લોકોને એક કલાકની રાહત આપવામાં આવી છે. 

Share: