કોરોના વિશે પોઝિટિવ સમાચાર : દુનિયાભરમાં 8 કરોડ લોકો સાજા થયા, અત્યારે માત્ર 0.4% ગંભીર કેસ

કોરોના વિશે પોઝિટિવ સમાચાર : દુનિયાભરમાં 8 કરોડ લોકો સાજા થયા, અત્યારે માત્ર 0.4% ગંભીર કેસ

દુનિયામાં વર્તમાન સમયે કોરોના વાયરસના 2 કરોડ 54 લાક 25 હજાર 757 એક્ટિવ કેસ

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

કોરોના મહામારી શરુ થઇ તેનેએક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે. આટલા સમયમાં દુનિયામાં કોરોના વયરસે ભઆરે તારાજી પણ સર્જી છે. અનેક લોકોના મોત થયા છે તો કોરોડો લોકોના જીવન પ્રભાવિત થયા છે. અત્યારે સૌથી સારી વાત એ છે કે લાંબો સમય રાહ જોયા બાદ આખરે કોરોના વેક્સિન આવી છે અને વિશ્વભરમાં રસીકરણ પણ શરુ થયું છે.

આ સિવાય કોરોના વાયરસ અંગે અન્ય એક પોઝિટિવ સમાચાર એ પણ છે કે હવે કોરોનાના વળતા પાણી હોય તેમ લાગી રહ્યું છે. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે દુનિયામાં વર્તમાન સમયે કોરોના વાયરસના 2 કરોડ 54 લાખ 25 હજાર 757 એક્ટિવ કેસ છે. જેની અંદર ગંભીર કહી શકાય તેવા માત્ર 0.4% કેસ છે. સંખ્યાની વાત કરીએ તો માત્ર 99 હજાર 300 કેસ ગંભીર છે.

વર્લ્ડોમીટર પ્રમાણે દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 10 કરોડ 8 લાખ 7 હજાર 733 કેસે નોંધાયા છે. જેમાંથી 23 લાખ 95 હજાર 906 લોકોના મોત થયા છે. અમેરિકા કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. જ્યાં અત્યાર સુધીમાં 2 કરોડ 81 લાખ 6 હજાર 704 કેસ મળ્યા છે. જેમાંથી 4 લાખ 92 હજાર લોકોના મોત થયા છે.

પ્રભાવિત દેશોમાં ભારતનું સ્થાન બીજુ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 8 લાખ 92 હજાર 550 કેસ સામે વ્યા ચે. જેની અંદર 1 લાખ 55 હજાર 588 લોકોના મોત થયા છે. આ બધઆ વચ્ચે કોરોના મહામારી અંગે સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 8 કરોડ 9 લાખ 86 હજાર 70 લોકો સાજા થઇ ગયા છે.

સાથે જ દુનિયાભરમાં કોરોના સામેની લડાઇમાં વેકસિન નામના શસ્ત્રનો ઉપયોગ શરુ થયો છે. ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ પ્રમાણે દુનિયામાં અત્યાર સુધીમાં 15.71 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. ભારતમાં દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ શરુ છે, અત્યાર સુદીમાં ભારતમાં 75 લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

Share: