મમતા બેનરજીને મોટો ઝાટકો, સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ

મમતા બેનરજીને મોટો ઝાટકો, સાંસદ દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ

નવી દિલ્હી, તા.12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા જ મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.ટીએમસીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.

દિનેશ ત્રિવેદી બહુ જલ્દી ભાજપમાં જોડાઈ શકે છે.રાજ્ય સભામાં બજેટ સેશનમાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, આપણે આપણી માતૃભૂમિ માટે જ કામ કરી રહ્યા છે.હવે મારાથી જોઈ શકાતુ નથી અને હુ એક જ જગ્યાએ પાર્ટીમાં સિમિત થઈ ગયો હોવાથી ગૂંગળામણ અનુભવી રહ્યો છું.આમ છતા અમે કશું કરી શકતા નથી.ત્યાં અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે મારો આત્મા મને કહી રહ્યો છે કે મારે રાજીનામુ આપીને બંગાળની જનતા વચ્ચે જવુ જોઈએ.

દિનેશ ત્રિવેદીએ કહ્યુ હતુ કે, હું આજે રાજ્યસભામાંથી રાજીનામુ આપી રહ્યો છું અને દેશ માટે તેમજ પશ્ચિમ બંગાળ માટે હંમેશા કામ કરતો આવ્યો છું અને કામ કરતો રહીશ.એવુ મનાઈ રહ્યુ છે કે, હવે ત્રિવેદી ટીએમસીમાંથી પણ રાજીનામુ આપી દેશે.તેમની અંદરખાને ભાજપના ટોચના નેતાઓ સાથે વાટાઘાટો પણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મમતા બેનરજીની પાર્ટીમાંથી સંખ્યાબંધ મોટા માથા રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે.

Share: