Corona Cases: રાજ્યમાં આજે નવા 410 કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4376

Corona Cases: રાજ્યમાં આજે નવા 410 કેસ, 1 દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4376

ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ઘટી રહ્યું છે, અને તેનાથી સામાન્ય માણસથી લઇને સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે, હવે લોકો કોરોના રસીકરણની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, આજે રાજ્યમાં નવા 410 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 704 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 704 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,056 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4665 એક્ટિવ કેસ છે, જેમાંથી 48 લોકો વેન્ટિલેટર પર અને 4617 લોકો સ્ટેબલ છે. 

આજે રાજ્યમાં કોરોનાનાં કારણે મહિસાગરમાં એક વ્યક્તિનું મોત થયું છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 4376 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશન 89, સુરત કોર્પોરેશન 69, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 45, વડોદરા 21, સુરત 16, રાજકોટ 14, કચ્છ 10, ભરૂચ 7, જુનાગઢ કોર્પોરેશન 7, દાહોદ 6, મહેસાણા 6, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, પંચમહાલ 4, સાબરકાંઠા 4, અમદાવાદ 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, મોરબી 3, પોરબંદર 3, અમરેલી 2, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, ખેડા 2, મહીસાગર 2, સુરેન્દ્રનગર 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.

Share: