ડોનાલ્ડ ટ્રમ્પ પર ઇરાનના બદલાની ઘાત, બોમ્બર વિમાન નીચે ટ્રમ્પ ગોલ્ફ રમતા હોય તેવી તસવીર ઇરાને ટ્વિટ કરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ઇરાનના બદલાની ઘાત, બોમ્બર વિમાન નીચે ટ્રમ્પ ગોલ્ફ રમતા હોય તેવી તસવીર ઇરાને ટ્વિટ કરી

તેહરાન, તા. 22 જાન્યુઆરી 2021, શુક્રવાર

અમેરિકાના પૂર્વ રાષ્ટચ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ખરબ સમય શરુ થયો હોય તેમ લાગી રહ્યું છે. પહેલા અમેરિકાના કેપિટલ હિંલમાં હિંસા થઇ, જેના માટે તેમની ચોમેર ટીકા થઇ. ત્યારે હવે રાષ્ટ્રપતિ પદ પરથી નીચે ઉતરતા જ તેમના પર જાણે કે મોત ઝળુંબી રહ્યું છે. તેવું એટલા માટે કે ઇરાને ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની વાત ફરીથી ઉચ્ચારી છે. ઇરાન ડોનાલ્ડ ટ્રમ્પ સામે તેમના જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગે છે. આ અગાઉ પણ ઇરાન ટ્રમ્પને બદલો લેવાની ધમકી આપી ચુક્યું છે.

ત્યારે હવે ઇરાનના સુપ્રિમ લીડર ખામેનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ફ રમતા જોઇ શકાય છે અને તેની ઉપર ઇરાનના પરમાણુ બોમ્બર બી -2 વિમાનનો પડછાયો દેખાઇ રહ્યો છે. એટલે કે ઇરાનનો કહેવનો અર્થ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમારા નિશાના અને પોહંચની અંદર જ છે. ખામેનીના આ ટ્વિટ બાદ ટ્વિટરે તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ છે. 

ખામેની સિવાય ઇરાનની અન્ય એક ન્યૂઝ એજન્સી દ્વારા પણ આ ફોટોને ટ્વિટ કરવામાં આવ્યો છે. આ તસવીર સાથે જનરલ કાસિમ સુલેમાનીની હત્યા માટે જવાબદાર લોકો સામે બદલો લેવાની વાત લખવમાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકાએ કરેલા ડ્રોન હૂમલામાં ઇરાનના ટોચના લીડર કાસિમ સુલેમાનીની હત્યા કરવામાં આવી છે. 

Share: