આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીનો ફેલાવો, દોઢ મહિનામાં 700 લોકો બીમાર થયા

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીનો ફેલાવો, દોઢ મહિનામાં 700 લોકો બીમાર થયા

નવી દિલ્હી, તા. 22 જાન્યુઆરી 2021, શુક્રવાર

દેશમાં કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લુનો ફેલાવો થતા ચિંતામાં વધારો થયો છે. આ બધા વચ્ચે વધારે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતીય રાજ્ય આંધ્ર પ્રદેશમાં એક રહસ્યમય બીમારીનો ફેલાવો થયો છે. આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના કોમીરપલ્લી ગામની અંદર છેલ્લા 45 દિવસની અંદપ લગભગ 700 લોકો આ રહસ્યમય બીમારીના કારણે બિમાર થયા છે. એક સાથે લગભગ 22 ગામના લોકોમાં આ બીમારીના લક્ષણો દેખાય છે. લક્ષણોમાં તાવ અને આંચકી આવે છે.

જે લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે તેમને એલુર જિલ્લાના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ અલ્લા કાલી કૃષમઆ ગામની મુલાકાત લઇને સ્થિતિ વિશેની જાણકારી મેળવી છે. તમણે પત્રકારોને કહ્યું કે ગામની અંદર મેડિકલ કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. ડોક્ટરોની એક ટીમ ગામમાં પહોંચી છે. નિષ્ણાંત ડોક્ટરો સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોના અને બીજી તરફ બર્ડ ફ્લુ વચ્ચે આ નવા પ્રકારની બીમારીના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતિ પ્રમણે લગભગ દોઢ મહિનાની અંદર 700 લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે.  આ પહેલા ગત ડિસેમ્બર માસમાં એલુરની અંદર પણ આવી રહસ્યમય બીમારી ફેલિ હતી. ત્યારે WHO, AIIMS, NIN, NIV, NCDC, IICT ના નિષ્ણાંત ડોક્ટરોએ એલુરમાંથી લોહીના નમુના લીધા હતા. 

Share: