હરિયાણામાં લોકડાઉન 12 જુલાઈ સુધી લંબાવાયું, નવી ગાઇડલાઇન જાહેર કરાઇ

હરિયાણામાં લોકડાઉન 12 જુલાઈ સુધી લંબાવાયું, નવી ગાઇડલાઇન જાહેર કરાઇ

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર

હરિયાણા સરકારે લોકડાઉનને થોડીક છૂટછાટ સાથે 12 જુલાઈ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ માટે નવી ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે હાંફતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી, દેશમાં કોવિડના દૈનિક 50 હજારથી ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. દેશમાં રસીકરણ અભિયાને 21 જૂનથી વેગ પકડ્યું છે, ત્યારથી દેશમાં 34 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. 

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 43 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 955 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

Share: