રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી, આજે માત્ર 76 કેસ નોંધાયા, 3 દર્દીઓનાં મોત

રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી, આજે માત્ર 76 કેસ નોંધાયા, 3 દર્દીઓનાં મોત

ગાંધીનગર, 3 જુલાઇ 2021 શનિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણનાં વળતા પાણી થઇ રહ્યા છે, રાજ્યમાં આજે કોરોનાના 76 કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે 190 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2527 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. 2516 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 8,11,169 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 10067 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.47 ટકા છે. 

રાજ્યમાં આજે કુલ 3 દર્દીઓનાં મોત થયા છે, જેની વિગત આ મુજબ છે, અમદાવાદ શહેર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 3 દર્દીના મૃત્યુ થયા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં વાયરસ કેસની વિગત અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન 7, અમરેલી 4, વડોદરા કોર્પોરેશન 4, ગીર સોમનાથ 3, નવસારી 3, વડોદરા 3, બનાસકાંઠા 2, ભરૂચ 2, જૂનાગઢ 2, મહેસાણા 2, વલસાડ 2 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 3,30,500 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. જે અંતર્ગત 272 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇનવર્કર્સને પ્રથમ ડોઝ અને 10453 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 53257 લોકોને પ્રથમ અને 91387 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

આ ઉપરાંત 18-45 વર્ષનાં નાગરિકોની વાત કરીએ તો રાજ્યમાં રસીકરણનાં મોરચે 169932 લોકોને પ્રથમ ડોઝ અને 5199 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ગુજરાતમાં કુલ 2,65,42,078 લોકોનું અત્યાર સુધીમાં રસીકરણ થઇ ચુક્યું છે.

Share: