કોરોનાઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 738ના મોત, એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ કરતા ઓછી

કોરોનાઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 738ના મોત, એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ કરતા ઓછી


– ભારતમાં કોરોનાથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય દર એટલે કે રિકવરી રેટ 97.06 ટકાએ પહોંચી ગયો

નવી દિલ્હી, તા. 03 જુલાઈ, 2021, શનિવાર

ભારતમાં કોરોનાની બીજી લહેરે પોતાની તીવ્રતા ગુમાવી છે અને દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. એપ્રિલ-મે મહિના દરમિયાન ભારે તબાહી મચાવ્યા બાદ કોરોનાની બીજી લહેર મંદ પડી રહી છે. પીક પર પહોંચ્યા બાદ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં 86 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે. 

આ સાથે જ દેશમાં રિકવરી રેટમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. ગત 3 મેના રોજ રિકવરી રેટ 81.1 ટકા હતો જે હવે વધીને 97 ટકાને પાર કરી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,000 જેટલા નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાના 738 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

ભારતમાં કોરોનાથી સાજા થનારાઓનો રાષ્ટ્રીય દર એટલે કે રિકવરી રેટ 97.06 ટકાએ પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,111 નવા કેસ સામે આવ્યા છે. આ સમય ગાળા દરમિયાન કોરોનાના 57,477 દર્દીઓ રિકવર/ડિસ્ચાર્જ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 738 કોવિડ દર્દીઓના મોત થયા છે અને દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ કરતા ઓછી છે. 

Share: