છેતરપિંડીનાં કેસમાં અભિનેતા ડિનો મોરિયા અને અહેમદ પટેલના જમાઈની સંપત્તિ જપ્ત: ED

છેતરપિંડીનાં કેસમાં અભિનેતા ડિનો મોરિયા અને અહેમદ પટેલના જમાઈની સંપત્તિ જપ્ત: ED

નવી દિલ્હી, 2 જુલાઇ 2021 શુક્રવાર

ગુજરાતના ઉદ્યોગપતિ સાંડેસરા ભાઈઓ દ્વારા કરવામાં આવેલી 14,500 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી સંબંધિત એક કેસમાં અભિનેતા ડિનો મોરિયા અને કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના જમાઇની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ શુક્રવારે કહ્યું કે તેણે ગુજરાત સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસનાં દિવંગત નેતા અહેમદ પટેલનાં જમાઈ, અભિનેતા ડિનો મોરિયા અને ડીજે એકીલની સંપત્તિ જપ્ત કરી દીધી છે.

ઇડીએ કહ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ચાર વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરવાનાં પ્રાથમિક આદેશો આપવામાં આવ્યા છે. પ્રોપર્ટીની કિંમત 8.79 કરોડ રૂપિયા છે.

કેન્દ્રિય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી ખાનની સંપત્તિ રૂ. 3 કરોડ, ડીનો મોરિયાની રૂ. 1.4 કરોડ અને ડીજે અકીલ તરીકે જાણીતા અકીલ અબ્દુલ ખલીલ બચુલીની સંપત્તિ  કિંમતીની કિંમક રૂ. 1.98 કરોડ છે, જ્યારે પટેલના જમાઇ ઇરફાન અહેમદ સિદ્દીકીની સંપત્તિ રૂ. 2.41 કરોડ છે.

ઇડીએ જણાવ્યું કે સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના ફરાર પ્રમોટરો નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ ગુનાથી કમાયેલી રકમ ચાર વ્યક્તિઓને આપી છે. એજન્સીએ જણાવ્યું છે કે પ્રમોટર ભાઈઓ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, ચેતનની પત્ની દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલને વિશેષ અદાલતે ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યા છે.

મની લોન્ડરિંગનો આ કેસ સ્ટર્લિંગ બાયોટેક અને તેના મુખ્ય પ્રમોટરો અને ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા 14,500 કરોડ રૂપિયાના કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે.

Share: