Corona Cases: રાજ્યમાં આજે 96 કેસ નોંધાયા, ૩ દર્દીનાં મોત, રિકવરી રેટ 98.36 ટકા

Corona Cases: રાજ્યમાં આજે 96 કેસ નોંધાયા, ૩ દર્દીનાં મોત, રિકવરી રેટ 98.36 ટકા

ગાંધીનગર, 28 જુન 2021 સોમવાર

રાજ્યમાં કોરોના કેસ દરરોજ ઘટી રહ્યા છે, જે લોકો અને સરકાર માટે રાહતનાં સમાચાર છે, જો કે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, રાજ્યમાં આજે કોરોનાનાં 96 કેસ નોંધાયા છે જ્યારે ૩ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં આજે 315 લોકોને રજા આપવામાં આવી છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3465 છે. જેમાંથી હાલ 3451 દર્દીની હાલત સ્ટેબલ છે. જે પૈકી 14 દર્દી વેન્ટીલેટર પર છે રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,821 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10054 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.36 ટકા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 21 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 3 અને વડોદરામાં 6 કેસ, નવસારમાં 2 અને વલસાડમાં 3 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ, ખેડામાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 6 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ નોંધાયા હતા. તે સિવાય ભરૂચ, મહિસાગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 15 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. 

રાજ્યમાં આજે નોંધાયેલા મોત પર એક નજર કરીએ તો અમદાવાદ શહેર, છોટા ઉદેપુર જિલ્લામાં 1 અને તાપી જિલ્લામાં એક-એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. 

રાજ્યનાં કેટલાક એવા જિલ્લાઓ પણ છે, જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નથી, જેમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, નર્મદા, પોરબંદર, તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 2,49,125 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 177 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 9358 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 41,148 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 54,197 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,38,740 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 5505 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,51,28,252 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Share: