Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ, 3 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.28 ટકા

Corona Cases: રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ, 3 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.28 ટકા

ગાંધીનગર, 25 જુન 2021 શુક્રવાર

રાજ્યમાં હવે કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે, જો કે હવે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટે ચિંતા વધારી દીધી છે, અને ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 123 નવા કેસ નોંધાયા હતા અને 3 દર્દીનાં મોત થયા છે. 

રાજ્યમાં આજે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીએન્ટના નવા બે કેસો નોંધાયા છે. પ્રથમ કેસ સુરતમાંથી છે જ્યાં 27 વર્ષીય યુવકના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના જીનોમ હોવાનું બહાર આવ્યું છે. બીજો કેસ વડોદરામાંથી છે જ્યાં 38 વર્ષીય મહિલાના શરીરમાં ડેલ્ટા પ્લસ વેરીએન્ટના જીનોમ મળ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ડેલ્ટા પ્લસ વેરીએન્ટનાં આ બંને વ્યક્તિઓની તબિયત સ્થિર છે અને તેઓને હાલ કોઈ લક્ષણો નથી.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 4116 છે. જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર છે. 4078 દર્દીની હાલત સ્થિર છે. 808849 લોકો ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ 10045 લોકોનાં કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 98.28 ટકા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, ગીર સોમનાથ જિલ્લામાં 1 અને જામનગર શહેરમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું છે, આ સાથે જ કુલ મૃત્યુઆંક 10045 થયો છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લા અને શહેરોમાં આજે નોંધાયેલા નવા કેસોની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 14, સુરત 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડ 6, બનાસકાંઠા 5, ગીર સોમનાથ 5, અમરેલી 3, જામનગર કોર્પોરેશન 3, કચ્છ 3, વડોદરા 3, આણંદ 2, ગાંધીનગર  2, જામનગર 2, જુનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, અરવલ્લી 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1  કેસ નોંધાયો છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે  3,58,332 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,42,60,703 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4448 લોકોને પ્રથમ ડોઝ અને 15550 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 73345 લોકોને પ્રથમ અને 54573 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકોમાં 195962 લોકોને પ્રથમ ડોઝ અને 14454 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 

Share: