Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 135 કેસ, 3 દર્દીના મોત, રિકવરી રેટ 98.15 ટકા

Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 135 કેસ, 3 દર્દીના મોત, રિકવરી રેટ 98.15 ટકા

ગાંધીનગર, 22 જુન 2021 મંગળવાર

રાજ્યમાં કોરોના વાયરસ હાંફતો જણાઇ રહ્યો છે,  ધીમે-ધીમે કેસ ઘટી રહ્યા છે.  આજે કોરોના સંક્રમણના 135 કેસ નોંધાયા છે. 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10037 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 612 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.15 ટકા છે.

રાજ્યમાં કુલ 5159 દર્દી એક્ટિવ છે. જે પૈકી 86 દર્દી વેન્ટિલેટર પર છે. 5073 દર્દીની હાલત સ્ટેબલ છે. 807424 દર્દી સાજા થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, આણંદ 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત સાથે કુલ 3 લોકોના મોત થયા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે, અમદાવાદ શહેરમાં 30 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં 10, સુરત જિલ્લામાં 8, વડોદરા શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 6, જૂનાગઢમાં 5, કચ્છમાં 5, વલસાડમાં 5, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં 4-4 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 4,53,300 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 3,10,741 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત, 302 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 7215 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 67,759 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 50,119 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 3,10,741 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 17,164 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,30,૦9,562 ડોઝનું રસીકરણ પુરૂ થયું છે. 

Share: