Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 151 કેસ, 2 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 10034

Corona cases: રાજ્યમાં આજે કોરોનાના 151 કેસ, 2 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 10034

ગાંધીનગર, 21 જુન 2021 સોમવાર

રાજ્ય સરકારનાં આંકડા જોતા કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહેવું જણાય છે, જેમ કે રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 151 કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10034 થયું છે. રાજ્યમાં આજે 619 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ 98.09 ટકા છે.

રાજ્યમાં કુલ 5639 દર્દી એક્ટિવ છે. જે પૈકી 113 દર્દી વેન્ટિલેટર પર છે. 5526 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દી ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. આજે અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં 1-1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 36 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 16 કેસ તો, જૂનાગઢ જિલ્લો, સુરત જિલ્લો, વડોદરા જિલ્લામાં 10-10 કેસ નોધાયા છે. રાજકોટ શહેરમાં 9 અને વડોદરા શહેરમાં 7 કેસ અને વલસાડમાં 6 કેસ નોંધાયા છે.  ભરૂચ, ગીર સોમનાથ અને કચ્છમાં 5-5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સીનનાં 2,25,56,262 ડોઝ લગાવવામાં આવ્યા છે.

Share: