કોરોનાઃ 81 દિવસ બાદ 60 હજાર કરતા ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 1,576 લોકોના મોત

કોરોનાઃ 81 દિવસ બાદ 60 હજાર કરતા ઓછા કેસ, છેલ્લા 24 કલાકમાં 1,576 લોકોના મોત

– ભારતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર એટલે કે રિકવરી રેટ નવા કેસની તુલનાએ ખૂબ જ વધારે

નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર

ભારતમાં કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 58,419 નવા કેસ સામે આવ્યા છે અને તે સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 2,98,81,965 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર એટલે કે રિકવરી રેટ નવા કેસની તુલનાએ ખૂબ જ વધારે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,419 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 81 દિવસ બાદ કોરોનાના 60,000 કરતા ઓછા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 87,619 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ વધુ 1,576 લોકોનો ભોગ લીધો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 20 જૂન, 2021ના રોજ બહાર પાડેલા આંકડાઓ પ્રમાણે ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7.29 લાખ જેટલી છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2,98,81,965 છે અને તેના સામે 2,87,66,009 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,86,713 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7,29,243 જેટલી છે અને કુલ વેક્સિનેશનનો આંકડો 27,66,93,572 છે. 

Share: