કુંભમાં કોરોના ટેસ્ટીંગ કૌભાંડ : આ ઘટના જૂની છે, હું માર્ચમાં આવ્યો છે : CM તીરથ સિંહ

કુંભમાં કોરોના ટેસ્ટીંગ કૌભાંડ : આ ઘટના જૂની છે, હું માર્ચમાં આવ્યો છે : CM તીરથ સિંહ

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર

ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભ મેળામાં કોરોના ટેસ્ટિંગમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. જેને લઇને રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જેને લઇને કહ્યું કે આ ઘટના ઘણી જૂની છે. મેં આવતાની સાથે તેના પર તપાસ કરાવી છે.

તીરથ સિંહ રાવતે કહ્યું કે હું માર્ચમાં આવ્યો છું અને આ ઘટના ઘણી જૂની છે. અમને તેની જાણકારી મળી, મેં આવતાની સાથે આ અંગે તપાસ કરાવી છે. અમે ઇચ્છીએ છીએ કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય. અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પહેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે કહ્યું હતું કે આ એક ગંભીર અપરાધ છે, બેદરકારી નહીં. દોષિતો પર કડક કાર્યવાહી થવી જોઇએ. આ અંગે નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને એસઆઇટી બેસાડવાનો નિર્ણય કર્યો છે. તે આવકારદાયક છે. 

હરિદ્વારમાં યોજાયેલ કુંભ મેળા દરમિયાન નકલી કોરોના ટેસ્ટ રિપોર્ટ બનાવ્યાની ઘટના સામે આવી છે. સ્વાસ્થ્ય વિભાગાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક પ્રાઇવેટ લેબ દ્વારા ટેસ્ટની સંખ્યા વધારે દર્શાવવા માટે ખોટા આધારકાર્ડ જમા કરીને ટેસ્ટ કર્યા છે. આ પ્રાઇવેટ લેબ દ્વારા એક જ ફોન નંબર અનેક ટેસ્ટ રિપોર્ટમાં નાંખ્યો છે. તો અનેક ટેસ્ટમાં એક જ આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે. આ સિવાય એક જ ઘરમાંથી સેંકડો લોકોના ટેસ્ટની ઘટના પણ સામે આવી છે.

Share: