પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ કેમ ઘટાડતી નથી મોદી સરકાર? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો આ જવાબ

પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ કેમ ઘટાડતી નથી મોદી સરકાર? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી, 13 જુન 2021 રવિવાર

દેશમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધતા ભાવ અંગે ઉડાવું જવાબ આપતા કહ્યું કે કોરોના રોગચાળા સામેની લડાઇ અને વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પેટ્રોલ, ડિઝલ પર વધુ નાણાની જરૂર છે.

તેમણે વધતી કિંમતો અંગે રાહુલ ગાંધીનાં આરોપનો જવાબ આપતા કહ્યું કે મહારાષ્ટ્ર,રાજસ્થાન અને પંજાબમાં ઇંધણની કિંમતોથી રાહુલ ગાંધી આટલા ચિંતિત છે તો કોંગ્રેસ શાસિત રાજ્યોનાં મુખ્યપ્રધાનને ટેક્સ ઘટાડવા માટે તેમણે કહેવું જોઇએ. જો  કે ભાજપ શાસિત મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં કે જ્યાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાથી પણ વધી ગયા છે, ત્યાં આટલો ભાવ વધારો કેમ છે, તે મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ચુપ રહ્યા હતાં.

લગભગ છેલ્લા 6 સપ્તાહથી પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં અનુક્રમે ઓછામાં ઓછા 5.72 અને 6.25 રૂપિયા જેટલો પ્રતિ લિટરે વધારો થયો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રુડ ઓઇલનાં વધતા ભાવ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા ઝિંકવામાં આવેલા ઉંચા કરવેરાનાં કારણે ઇઁધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. 

Share: