TMC સાંસદ નૂસરત જહાંએ નિખિલ જૈન સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલિટ કરી

TMC સાંસદ નૂસરત જહાંએ નિખિલ જૈન સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલિટ કરી

નવી દિલ્હી,તા.10 જૂન 2021,ગુરૂવાર

તૃણમુલ કોંગ્રેસની ગ્લેમરસ સાંસદ અને બંગાળી ફિલ્મોની અભિનેત્રી નૂસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથેના સબંધો તોડી નાંખવાની જાહેરાત કર્યા બાદ હવે સોશિયલ મીડિયા પરથી પોતાના લગ્નની તસવીરો પણ ડિલિટ કરી છે.

નૂસરતે તુર્કીમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા ત્યારે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો અપલોડ કરી હતી અને આ તસવીરો ભારે વાયરલ થઈ હતી. હવે બંને સાઈટ પરથી નૂસરત જહાંએ આ તસવીરો દૂર કરી નાંખી છે. 2019માં નૂસરત અને નિખિલના લગ્ન સૌથી ચર્ચિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બંને વચ્ચેના સબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા તો ચાલી જ રહી હતી પણ બુધવારે નૂસરત જહાંએ પોતે એક નિવેદન આપીને નિખિલ જૈન સાથે કોઈ સબંધો નહીં હોવાનુ જાહેર કર્યુ હતુ. નૂસરતે કહ્યુ હતુ કે, તુર્કીના મેરેજ રજિસ્ટ્રેશન એકટ પ્રમાણએ આ લગ્ન ગેરકાયદે છે. અમારા અલગ અલગ ધર્મ હોવાથી સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ રજિસ્ટ્રેશન જરૂરી હતુ. જે ક્યારેય કરવામાં આવ્યુ નહોતુ. કાયદા પ્રમાણે તો આ લગ્ન હતા જ નહી પણ કદાચ તેને લિવ ઈન રિલેશનશિપ કહી શકાય. આમ લગ્ન નહીં થયા હોવાથી છૂટાછેડા લેવાનો સવાલ ઉભો થતો નથી. અમે બહુ પહેલા અલગ થઈ ગયા હતા.આ બાબતે મેં અત્યાર સુધી જાહેરમાં વાત કરી નહોતી. હું મારી પ્રાઈવેટ લાઈફને મારા પૂરતી જ સિમિત રાખવા માંગતી હતી.

તેણે આગળ કહ્યુ હતું કે, હું મારી બહેન અને પરિવારનો ખર્ચો જાતે ઉઠાવી રહી છું પણ કેટલાક લોકો તેની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કોઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ રકી રહી નથી. આ બાબતે હું બેન્ક સાથે વાત કરવાની છું અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની છું.

Share: