પુણેની કંપનીમાં લાગી ભીષણ આગ, 17 લોકોનાં મોતની આશંકા

પુણેની કંપનીમાં લાગી ભીષણ આગ, 17 લોકોનાં મોતની આશંકા

પુણે, 7 જુન 2021 સોમવાર

પુણેની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે, ફાયરબ્રિગેડ છે. જે કંપનીમાં આગ લાગી છે તે સેનિટેઇઝર બનાવતી હોવાનું જાણવા મળે છે. આ કારખાનામાં મોટાભાગની મહિલાઓ કામ કરે છે. આ આગમાં કુલ 17 લોકોની મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે આગ લાગ્યા બાદ 15 મહિલાઓઅને 2 પુરૂષ કારખાનામાંથી બહાર નીકળી શક્યા નથી.

મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અને 6 લોકો હજી ગુમ છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘણા પ્રયત્નો બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડનાં 8 વાહનો ઘટના સ્થળ પર હાજર છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.

Share: