લોકસેવા પર અહંકાર ભારે પડ્યો, પીએમની બેઠકમાં ગેરહાજર રહેલા મમતા બેનરજી પર રાજ્યપાલે કરી ટિપ્પણી

લોકસેવા પર અહંકાર ભારે પડ્યો, પીએમની બેઠકમાં ગેરહાજર રહેલા મમતા બેનરજી પર રાજ્યપાલે કરી ટિપ્પણી

કોલકાતા, તા. 1 જૂન 2021, મંગળવાર

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ તાજેતરમાં યાસ વાવાઝોડાથી થયેલા નુકસાન માટેની પીએમ મોદી સાથેની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો નહોતો.

મમતા બેનરજીના આ વલણની હવે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ટીકા કરી છે અને તેમના પર જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો છે. ધનખડે કહ્યુ છે કે, શુક્રવારે યોજાનારી બેઠક પહેલા મમતા બેનરજીએ મને મેસેજ કરીને કહ્યુ હતુ કે, જો આ બેઠકમાં વિરોધ પક્ષના નેતા તરીકે શુવેન્દુ અધિકારી હાજર રહેશે તો હું બેઠકનો બોયકોટ કરીશ.

રાજ્યપાલે કહ્યુ હતુ કે, લોકોની સેવા પર મમતા બેનરજીનો અહંકાર ભારે પડ્યો હતો. મમતા બેનરજીએ મને 27મેની રાતે મેસેજ કરીને પૂછ્યુ હતુ કે મારે તમારી સાથે એક અરજન્ટ વાત કરવી છે. એ પછી મમતાએ મને ફોન કર્યો હતો અને ઈશારામાં કહ્યુ હતુ કે, પીએમ સાથેની બેઠકમાં જો શુવેન્દુ અધિકારી સામેલ થશે તો હું અને બીજા અધિકારીઓ આ બેઠકનો બહિષ્કાર કરીશું.

એ પછી મમતા બેનરજીએ એમ પણ કહ્યુ હતુ કે, બેઠકમાં ભાજપના સાંસદ પણ હાજર હતા અને જો મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચેની બેઠકમાં સાંસદ પણ હાજર રહેવાના હોય તો આ બેઠકમાં ભાગ લેવાનો કોઈ મતલબ નહોતો.

ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ ગઈકાલે પીએમને પત્ર લખીને કહ્યુ તહુ કે, હું માત્ર તમારી સાથે વાત કરવા માંગતી હતી પણ તમે તમારી પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને પણ બોલાવી લીધા હતા. બાકી મને રાજ્યપાલ તેમજ બીજા કેન્દ્રીય મંત્રીઓના હાજર રહેવા સામે કોઈ વાંધો નહોતો.

Share: