કોરોના વાઇરસનું મૂળ શોધો, નહીં તો બીજી મહામારીઓનો સામનો કરવા તૈયાર રહો

કોરોના વાઇરસનું મૂળ શોધો, નહીં તો બીજી મહામારીઓનો સામનો કરવા તૈયાર રહો


દોઢ વર્ષ પછી કોરોના વાઇરસનું મૂળ શોધવા માટે આતુર નિષ્ણાતોની ચેતવણી 

ઓસ્ટ્રેલિયામાં રસી મુકાવનારાઓને અમર્યાદિત ફલાઇટની ક્વોન્ટાસની ઓફર  ટોકિયો ઓલિમ્પિક્સમાં રસી મુકાવનારા સ્થાનિકોને જ કાર્યક્રમોમાં પ્રવેશ અપાશે

વોશિંગ્ટન : જો કોરોના વાઇરસનું ઉત્પતિનું મૂળ શોધવામાં નહીં આવે તો દુનિયાએ વધારે મહામારીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે તેમ યુએસના આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી દુનિયાના દેશોના નેતાઓને આ મામલે ચીનની સરકારનો સહકાર મેળવવા માટે અપીલ કરી હતી. કોરોના વાઇરસ વુહાનની લેબમાંથી છટકી ગયો હોવાની થિયરીને હવે બહોળો ટેકો મળી રહ્યો હોવાથી ચીનની સરકાર ચિંતિત છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોના મહામારીની શરૂઆત કેવી રીતે થઇ તે ન જાણવાથી દુનિયા પર આવી ભાવિ મહામારીઓ ત્રાટકવાનું જોખમ ઝળુંબતું રહેશે. વુહાનની સી ફૂડ માર્કેટમાં પહેલો કોરોના વાઇરસ મળ્યાના દોઢ વર્ષ પછી પણ આ વાઇરસના ઉદભવસ્થાન વિશે કોઇ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. 

બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં કોરોનાની રસી ન મુકાવનારાઓને લલચાવવા માટે ક્વાન્ટાસ એરલાઇન્સે રસીકરણની ઝૂંબેશને વેગ આપવા માટે રસી મુકાવનારાઓ માટે સંખ્યાબંધ ઓફર રજૂ કરી છે. જેમાં જે લોકો કોરોનાની રસી મુકાવે તેમને એક વર્ષ માટે અમર્યાદિત ફલાઇટસ આપવાની પણ ઓફર કરવામાં આવી છે.  

બીજી તરફ ફ્રાન્સે રસીકરણને વેગ આપવા માટે અસામાન્ય સ્થળોની પસંદગી કરવા માંડી છે. પારિસમાં આવેલાં ડિઝનીલેન્ડ અને નેશનલ સ્ટેડિયમ ઉપરાંત લોરીએન્ટ શહેરમાં આવેલા સબમરીન બેઝ પર કોરોનાની રસી આપવામાં આવે છે.

1941માં ફ્રાન્સે જર્મની સામે શરણાગતિ સ્વીકારી તે પછી આ સબમરીન બેઝ જર્મન યુ બોટ લોન્ચ કરવા માટે બાંધવામાં આવ્યો હતો. 1943માં સાથી રાષ્ટ્રોના બોમ્બમારામાં લોરીઅન્ટ લગભગ નષ્ટ થઇ ગયું હતું પણ આ સબમરીન બેઝ હેમખેમ રહી ગયો હતો. 

બીજી બાજુ જાપાને કોરોનાની રસી મુકવા માટે ઓલિમ્પિક્સનો ઉપયોગ શરૂ કર્યો છે. જે લોકો રસી મુકાવી હોવાનો પુરાવો અથવા કોરોના નેગેટિવ ટેસ્ટ બતાવે તેમને ઓલિમ્પિક ઇવેન્ટસમાં હાજર રહેવા દેવામાં આવશે.

દરમ્યાન સિંગાપોરના વડાપ્રધાન લી સેન લુંગે દેશની સરહદો ખોલવાની અને સરકારની કોરોનાની સામનો કરવાની યોજનાઓ વિશે લોકોેને સંબોધતાં જણાવ્યું હતું કે કોરોના મહામારી એક દિવસ ઘટીને રોગચાળામાં ફેરવાશે પણ કોરોના સાવ અદૃશ્ય નહીં થાય. તે ફલુ અથવા ડેંન્ગ્યુ તાવની જેમ માનવજાતની સાથે જ રહેશે. 

યુકેમાં કોરોનાનું ત્રીજું મોજું શરૂ થઇ ચૂક્યુ હોવાની ભારતીય વિજ્ઞાાનીની ચેતવણી

લંડન: કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર અને સરકારને સલાહ આપતાં ન્યુ એન્ડ ઇમર્જિંગ રેસ્પિટરી વાઇરસ થ્રેટ એડવાઇઝરી ગુ્રપ-નર્વટેગ-ના સભ્ય પ્રોફેસર રવિગુપ્તાએ ચેતવણી આપી હતી કે યુકે હાલ કોરોના મહામારીના ત્રીજા મોજાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે.

તેમણે વડાપ્રધાન બોરીસ જ્હોન્સનને 21 જુને લોકડાઉન ખોલવાની યોજનાને થોડા સપ્તાહ માટે પાછળ ઠેલવાની પણ વિનંતી કરી હતી. રવિવારે સતત પાંચમા દિવસે કોરોનાના નવા 3000 કરતાં વધારે કેસો નોંધાયા હતા. ગુપ્તાએ જણાવ્યું હતું કે યુકે હાલ કોરોનાના ત્રીજા મોજામાં છે અને ભારતમાં પહેલીવાર દેખાયેલાં વેેરીઅન્ટસના ત્રણ ચતુર્થાંશ કરતાં વધારે કેસો નોંધાયા છે.

આ સંખ્યા હાલ નાની લાગે છે પણ તમામ મોજાં શરૂઆતમાં નાની સંખ્યામાં જ હોય છે અને પછી એકદમ વિસ્ફોટ થાય છે. આ કેસો મોજાની આરંભિક નિશાની છે. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં લોકોએ મોટી સંખ્યામાં કોરોનાની રસીઓ  મુકાવી છે એટલે અગાઉના મોજા કરતા આ મોજાને પ્રસરતા વધારે વાર લાગી શકે છે.

 હાલ એક પ્રકારની સલામતિની ખોટી ભાવના પ્રવર્તી રહી છે તે અમારા માટે ચિંતાનો વિષય છે. 

હાલ બ્રિટનમાં 70 ટકા કરતા વધારે લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મલળી ચૂક્યો છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે લોકડાઉન વહેલું ખોલવાના નિર્ણય ખોટો પડવાના લાભ અને હાનિની ગણતરી કરીએ તો લોકડાઉનને ખોલવાનો નિર્ણય થોડા વિલંબમાં મુકવો જોઇએ તેવી સલાહ મળે તેમ છે. ઇંગ્લેન્ડમાં કોરોના નિયંત્રણો ઉઠાવવા જોઇએ કે કેમ તે અંગે આખરી નિર્ણય 14 જુને લેવામાં આવશે.

કોરોના વાઇરસના અનેક વેરીએન્ટ્સને બ્લોક કરે તેવી દવાનો ઉંદર પર અખતરો

વિજ્ઞાાનીઓએ કોરોનાનો ચેપ ધરાવતા ઉંદર પર અસરકારક નીવડેલી એક દવા ઓળખી કાઢી છે જે અન્ય કોરોના વાઇરસો સામે પણ અસરકારક છે. સાયન્સ ઇમ્યુનોલોજી નામની જર્નલમાં પ્રકાશિત આ તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ડાઇએબ્ઝી નામની આ દવા શરીરના રોગપ્રતિકારક પ્રતિભાવને સક્રિય કરે છે.

યુએસની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની પ્રોફેસર સારા ચેરીએ જણાવ્યું હતું કે આ અભ્યાસ દર્શાવે છે કે દવાનો પ્રથમ ડોઝ આપીને રોગપ્રતિકારક પ્રતિભાવને સક્રિય કરીને વાઇરસને નિયંત્રણમાં લાવવાની વ્યૂહરચના આશાસ્પદ છે. કોરોનાના નવા વધારે ભયંકર વેરીઅન્ટસ પેદા થઇ રહ્યા છે ત્યારે અસરકારક એન્ટી વાઇરલ દવાઓ તાકીદે વિકસાવવાની જરૂર છે.

સંશોધકોને માઇક્રોસ્કોપ હેઠળ કોરોનાનો ચેપ ધરાવતાં ફેફસાના સ્નાયુઓનું નિરીક્ષણ કરતાં જણાયું હતું કે રોગ પ્રતિકાર શક્તિનો પ્રથમ પ્રતિભાવ આવે ત્યારે આ વાઇરસ સંતાઇ જાય છે. જેને કારણે આ પ્રતિભાવ વિલંબમાં પડે છે. સંશોધકોની ટીમે કોરોનાના ચેપને બ્લોક કરે તેવી દવાઓ ઓળખી કાઢવા માટે 75 દવાઓ પર પરીક્ષણ કર્યું હતું.

Share: