Corona cases: રાજ્યમાં આજે 2,521 નવા કેસ. 27 દર્દીનાં મોત, રિકવરી રેટ 93.36 ટકા

Corona cases: રાજ્યમાં આજે 2,521 નવા કેસ. 27 દર્દીનાં મોત, રિકવરી રેટ 93.36 ટકા

ગાંધીનગર, 28 મે 2021 શુક્રાવાર

ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાનાં કેસમાં થઇ રહેલો ઘટાડો આશ્ચર્યજનક છે, નિષ્ણાતો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, વળી રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ પણ ઘટ્યું છે, તે પણ ન ભુલવું જોઇએ, રાજ્યમાં આજે 2521 નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીના કોરોનાથી મોત થયા છે. તે સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 7965 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43,049 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36  ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયાલા કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોપોરેશન 336, વડોદરા કોપોરેશન 308, સુરત કોપોરેશન 228, વડોદરા 172, રાજકોટ કોર્પોરેશન 122, સુરત 84, અમરેલી 80,   જુનાગઢ 75, જુનાગઢ કોપોરેશન 69, રાજકોટ 68,  ગીર સોમનાથ 67, પોરબંદર 66, પંચમહાલ 65, નવસારી 60, ભરૂચ 57,  જામનગર કોપોરેશન 53, કચ્છ 53, આણંદ 51, બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ભાવનગર કોર્પોરેશન 38,  ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહીસાગર 27,  દેવભૂમિ દ્વારકા 26, ગાંધી કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20, નર્મદા 19, અરવલ્લી 18, અમદાવાદ 12, સુરેન્દ્રનગર 11, મોરબી 6, તાપી 6, છોટા  ઉદેપુર 2,  બોટાદ 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2521  નવા કેસ નોંધાયા છે. .

રાજ્યમાં આજે કુલ 27  મોત નોંધાયા છે જેમાં અમદાવાદ કોપોરેશન 7, વડોદરા કોપોરેશન 2, સુરત કોપોરેશન 2, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશન 0, સુરત 0, અમરેલી 1, જુનાગઢ 1, જુનાગઢ કોપોરેશન 0, રાજકોટ 1,  ગીર સોમનાથ 1, પોરબંદર 0, પંચમહાલ 0, નવસારી 0, ભરૂચ 0,  જામનગર કોપોરેશન 1, કચ્છ 0, આણંદ 1, બનાસકાંઠા 0, સાબરકાંઠા 0, ભાવનગર કોર્પોરેશન 0,  ખેડા 0, મહેસાણા 2, વલસાડ 0, જામનગર 1, મહીસાગર 1,  દેવભૂમિ દ્વારકા 1, ગાંધી કોર્પોરેશન 0, દાહોદ 0, ગાંધીનગર 0, ભાવનગર 1, પાટણ 2, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 0, સુરેન્દ્રનગર 0, મોરબી 0, તાપી 0, છોટા  ઉદેપુર 0,  બોટાદ 0 અને ડાંગમાં 0  મોતનો સમાવેશ થાય છે.   

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 2,36,541 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આજે થયેલા રસીકરણમાં 4730 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 5561 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 82,301 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 29,610 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,14,339 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે. 

Share: