ટીએમસી કાર્યકરોના ડરથી ભાજપના કાર્યકરે આત્મહત્યા કરી, અન્ય એક ભાજપ કાર્યકરનુ માથુ ફૂટયુ

ટીએમસી કાર્યકરોના ડરથી ભાજપના કાર્યકરે આત્મહત્યા કરી, અન્ય એક ભાજપ કાર્યકરનુ માથુ ફૂટયુ

પશ્ચિમ બંગાળ,તા.23 મે 2021,રવિવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને મમતા બેનરજીની સરકાર બને પણ એક મહિના જેટલો સમય થવા આવ્યો છે પણ અહીંયા રાજકીય હિંસા હજી પણ ચાલુ જ છે.

ભાજપના કાર્યકરોને  હજી પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે દમ દમ પાર્ક વિસ્તારમાં ભાજપના કાર્યકરની લાશ લટકતી જોવા મળી હતી. જ્યારે બાલુરઘાટ વિસ્તારમાં ભાજપના એક કાર્યકરનુ માથુ ફોડી નાંખવામાં આવ્યુ હતુ. આ  માટે ટીએમસીના કાર્યકરોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.

આજે સવારે ભાજપના 40 વર્ષના કાર્યકર પ્રસનજિત દાસનો મૃતદેહ દમદમ પાર્કમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તે છુપાઈ ગયો હતો, કારણકે તેને પોતાની હત્યા થવાનો ડર હતો. જોકે પિતાની શારીરિક બીમારીના કારણે તે પાછો ઘરે આવ્યો હતો અને આ વિસ્તારના કેટલાક ગુંડાઓએ તેને માર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે, પ્રસનજીતે પોતાના પર થનારા અત્યાચારના ડરથી આત્મ હત્યા કરી લીધી છે.

બીજી તરફ ટીએમસીના સ્થાનિક નેતાનુ કહેવુ છે કે, આ યુવક માનસિક બીમારીથી પીડાતો હોવાથી તેણે આત્મહત્યા કરી છે.

બાલુરઘાટ વિસ્તારમાં છોટાન માલકાર નામના એક ભાજપ કાર્યકર પર તે બજારમાંથી જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. તેનુ માથુ પોડી નાંખવામાં આવ્યુ હતુ.હાલમાં તે હોસ્પિટલમાં છે. ભાજપે આ માટે ટીએમસી પર આરોપ મુકયો છે.

Share: