corona cases: રાજ્યમાં આજે 8,210 નવા કેસ, 82 દર્દીનાં મોત, રિકવરી રેટ 84.85 ટકા

corona cases: રાજ્યમાં આજે 8,210 નવા કેસ, 82 દર્દીનાં મોત, રિકવરી રેટ 84.85 ટકા

ગાંધીનગર, 16 મે 2021 રવિવાર

ગુજરાતમાં કોરોનાનાં રોજીંદા કેસમાં જે ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે, તે સૌ કોઇ માટે આશ્ચર્યનો વિષય છે, જો કે કોરોના ટેસ્ટિગ ઘટ્યું છે, તે પણ નગ્ન સત્ય છે,  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8,210 નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9121 પર પહોચ્યો છે. આજે 14483 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, 

રાજ્યમાં અત્યાર સુધી 6,38,590 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.  રાજ્યમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો આંકડો 104908 પર પહોંચ્યો છે. જેમાંથી 797 દર્દી વેન્ટિલેટર પર અને 104111 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 84.85 ટકા છે.  

રાજ્યમાં કોરોનાથી થતા મોતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, આજે કુલ 82 દર્દીઓની કોરોનાથી મૃત્યુ થયું છે. જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 12 , વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા-3, જુનાગઢમાં-5, આણંદમાં-1, સુરતમાં-5, જામનગર કોર્પોરેશન-4,  જુનાગઢ કોર્પોરેશનમાં-4,ગીર સોમનાથ-1, મહેસાણા-4, કચ્છ-2 સાબરકાંઠા-1, અમરેલી-2, ખેડા-1, રાજકોટ-3, ભાવનગર કોર્પોરેશન-2, અરવલ્લી-1, બનાસકાંઠા-3, ગાંધીનગર કોર્પોરેશન-2, ભાવનગર-1, જામનગર-3, વલસાડ-1, પાટણ-2, નર્મદા-1,  અમદાવાદ-1, તાપી-1, મોરબી-1 અને બોટાદમાં 1 મોતનો સમાવેશ થાય છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2240 , વડોદરા કોર્પોરેશન 519, સુરત કોર્પોરેશન-482, રાજકોટ કોર્પોરેશનમાં 372, વડોદરા-363, જુનાગઢમાં-227, આણંદમાં-223, સુરતમાં-223, જામનગર કોર્પોરેશન-212, પંચમહાલ-195, જુનાગઢ કોર્પોરેશન-184, ગીર સોમનાથ-177, મહેસાણા-174, કચ્છ-173, સાબરકાંઠા-171, અમરેલી-167, ખેડા-165, રાજકોટ-163, ભાવનગર કોર્પોરેશન-160, અરવલ્લી-141,  દાહોદ-123, બનાસકાંઠા-116, ગાંધીનગર કોર્પોરેશન-110, ભાવનગર-109, જામનગર-107, વલસાડ-107, ભરુચ-102, મહિસાગર-98, પાટણ-98, ગાંધીનગર કોર્પોરેશન-84, નવસારી-70, દેવભૂમિ દ્વારકા-59, પોરબંદર-55, નર્મદા-53, સુરેન્દ્રનગર-50, અમદાવાદ-38, છોટા ઉદેપુર-31, તાપી-27, મોરબી-24, બોટાદ-12 અને ડાંગમાં 6 કેસ સાથે કુલ 8210 નવા કેસ નોંધાયા છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં 31301 લોકોને રસી આપતાની સાથે અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે.

Share: