કોરોનાની સારવારમાં સ્ટિરોઇડના આડેધડ ઉપયોગથી બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે : ડો. ગુલેરિયા

કોરોનાની સારવારમાં સ્ટિરોઇડના આડેધડ ઉપયોગથી બ્લેક ફંગસના કેસ વધી રહ્યા છે : ડો. ગુલેરિયા

જાણો બ્લેક ફંગસ થવાના કારણો, કોને થાય અને લક્ષણો શું છે?

નવી દિલ્હી, તા. 15 મે 2021, શનિવાર

કોરોનાના કહેર વચ્ચે ફંગલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. ખાસ કરીને કોરોનાન દર્દીઓમાં આ બ્લેક ફંગસનો રોગ જોવા મળી રહ્યો છે. ત્યારે દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ આ વિષે માહિતિ આપી છે. તેમણે કહ્યું કે આ પહેલા આ બ્લેક ફંગસનું ઇન્ફેક્શન દુર્લભ ગણાતું હતું. આ એવા લોકોમાં જોવા મળતું હતું, જેમનું શુગર લેવલ ઘણું વધારે હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય, જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય અથવા કેન્સરના દર્દી હોય અને કિમોથેરાપી લીધી હોય. પરંતુ અત્યારે આ બેલ્ક ફંગસના કેસમાં વધારો થઇ રહ્યો છે.

ડો. ગુલેરિયાએ કહ્યું કે સામાન્ય રીતે સામાન્ય લોકોમાં બ્લેક ફંગસના કેસ નથી જોવા મળતા, પરંતુ કોરોના વાયરસના કારણે આ કેસ વધી રહ્યા છે. એઇમ્સમાં અત્યરે આ બેલ્ક ફંગસના 23 કેસ છે, જેમાંથી 20 લોકો અત્યારે કોરોના પોઝિટિવ છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં આ બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ)ના 400-500 કેસ છે. તેમણે જણાવ્યું કે આ ફંગલ ઇન્ફેક્શન આંખ, નાક, ગળું, ફેફસા પર થઇ શકે છે. જેનાથી આંખની રોશની, નાકમાંથી લોહી નિકળે છે અને જો ફેફસામાં પહોંચી જાય તો છાતીમાં દુખાવો અને તાવ જેવા લક્ષણ દેખાય છે.

સ્ટિરોઇડથી વધારે જોખમ

ડો. ગુલેરિયાએ કહ્યું કે સ્ટિરોઇડના આડેધડ ઉપયોગ ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. ડાયાબિટી સાથે કોરોના સંક્રમણ વાળા લોકોને જો સ્ટિરોઇડ આપવામાં આવે તો તેમને આ ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે રહે છે. માટે સ્ટિરોઇડનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો અને જેમનું ઓક્સિજન લેવલ ઓછું નથી થયું તેમને સ્ટિરિડ આપવાના ફાયદા કરતા નુકસાન વધારે છે.

કોને થઇ શકે છે બ્લેક ફંગસ?

કોરોનાની સારવાર દરમિયાન જેમને સ્ટિરોઇડ એટલે કે ડેક્સામિથાજોન, મિથાઇલ, પ્રેડનિસોલોન વગેરે આપવામાં આવ્યા હોય

એવા કોરોના દર્દીઓ કે જેમને ઓક્સિજન સપોર્ટ પર અથા તો આઇસીયુ પર રાખવામાં આવ્યા હોય.

કેન્સર, કિડની, ટ્રાંસપ્લાન્ટ વગેરેની દવાઓ ચાલું હોય

બ્લેક ફંગસના લક્ષણો

તાવ આવતો હોય, માથુ દુખતુ હોય, ઉધરસ આવતી હોય અને શ્વાસ ચડતો હોય

નાક બંદ હોય અને નાકમાંથી લોહી આવતું હોય

આંખમાં દુખાવો રહેતો હોય, આંખ ફૂલી જાય અને બે બે વસ્તુ દેખાય અથવા તો દેખાવાનું બંધ થાય

ચહેરાની એક તરફ દુખાવો થાય અથવા તો એક તરફનો ચહેરો સોજી જાય

દાંતમાં દુખાવો થાય, દાંત હલવા લાગે

Share: