કોરોનાની સ્થિતિ માટે તા.15 મેના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાશે

કોરોનાની સ્થિતિ માટે તા.15 મેના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાશે

– મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળશે

– બનાસકાંઠા જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

અમદાવાદ,તા. 14 મે 2021,શુક્રવાર

કોરોનાની સ્થિતિ માટે તા.15 મેના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક મળશે.

કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે.

જેના ભાગરૂપે અગાઉ મોરબી,રાજકોટ,પાટણ, જામનગર,કચ્છ, જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.

Share: