ચીનથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને દવાઓ મોટા પાયે આવી શકશે, ચીનની એરલાઈને પ્રતિબંધ હટાવ્યો

ચીનથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને દવાઓ મોટા પાયે આવી શકશે, ચીનની એરલાઈને પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી,તા.12 મે 2021,બુઘવાર

કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા ભારત માટે એક સારી ખબર ચીનથી આવી છે. ચીનની સરકારી સિચુઆન એરલાઈન્સે આખરે ભારતમાં પોતાની કાર્ગો ફ્લાઈટ મોકલવાનુ શરુ કરી દીધુ છે. આ પહેલા કોરોનાના વધતા સંક્રમણના કારણે સિચુઆન એરલાઈને ભારતમાં ફ્લાઈટ મોકલવા પર 15 દિવસનો પ્રતિબંધ મુકી દીધો હતો.

આ પ્રતિબંધ હવે ઉઠાવી લેવાયો હોવાથી ચીનમાંથી મોટા પાયે દવાઓનુ રો મટિરિયલ , મેડિકલ ઈક્વિપમેન્ટ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ભારતમાં આયાત થશે તેવી આશા રખાઈ રહી છે. ભારત માટે આ એક રાહત હશે.કારણકે ભારત કોરોના સામેની લડાઈમાં મેડિકલ ઈક્વિપમેન્ટ અને દવાઓી અછત સામે ઝઝૂમી રહ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે ચીનના ચેગંડૂથી એક કાર્ગો ફ્લાઈટ બેંગ્લોર આવી હતી અને હવે ચેન્નાઈ સુધી સિચુઆન એરલાઈન્સની ફ્લાઈટ આવશે. ચેંગડૂથી ભારતીય દવા કંપનીઓ માટે મોટા પાયે કાચો માલ આવે છે. આ પહેલા ચીનની સિચુઆન એરલાઈન્સે ભારત આવનારી તમામ કાર્ગો ફ્લાઈટ 15 દિવસ માટે રોકી લીધી હતી. આ ફ્લાઈટસ થકી ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને બીજા ઈક્વિપમેન્ટ કંપનીઓ મંગાવવાની હતી.

કંપનીઓએ ચીનની એરલાઈન્સને આ નિર્ણય પર ફરી વિચારણા કરવા માટે અપીલ કરી હતી.

Share: