પંજાબને 20 ટન ઓક્સિજન આપવા માટે ગુજરાતને કેન્દ્ર સરકારનો આદેશ

પંજાબને 20 ટન ઓક્સિજન આપવા માટે ગુજરાતને કેન્દ્ર સરકારનો આદેશ

નવી દિલ્હી,તા.12 મે 2021,બુઘવાર

ગુજરાતને પોતાનો ઓક્સિજનના ફાંફા પડી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણથી કફોડી સ્થિતિમાં મુકાયેલા પંજાબને 20 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનો આદેશ કેન્દ્ર દ્વારા ગુજરાતને અપાયો છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહે આ પહેલા કેન્દ્ર સરકારને કહ્યુ હતુ કે, પંજાબમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્ય પાસે ઓક્સિજનની કમી છે. એ પછી હવે કેન્દ્ર સરકારે પંજાબને વધારાનો 20 ટન ઓક્સિજન આપવાનો આદેશ આપ્યો છે. આ ઓક્સિજન રોડ માર્ગે ટેન્કરો થકી પંજાબ લઈ જવાશે.જેમાં અઢી દિવસનો સમય લાગશે.

પંજાબ કોવિડ કન્ટ્રોલ રુમના પ્રભારી રાહુલ તિવારીએ કહ્યુ હતુ કે, હાલમાં ગુજરાતમાંથી 20 મેટ્રિક ટન ઓક્સિજન માટે અમને પાંચ ટેન્કરોની જરુર છે પણ અમને માત્ર બે ટેન્કરો મળી છે. આમ અમે માત્ર બે દિવસનો ક્વોટા મેળવી શકીશુ અને ત્રણ દિવસ સુધી બીજો ઓક્સિજન લઈ જઈ નહીં શકીએ.

આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે કહ્યુ હતુ કે, હાલમાં રાજ્યમાં ઓક્સિજન સપ્લાયની સક્ત જરુર છે અને જો ઓક્સિજનનો પૂરતો જથ્થો ના મળ્યો તો દર્દીઓના જીવ ખતરામાં પડી શકે છે.

Share: