કોરોનાના વધતા કહેર વચ્ચે બિહારમાં પણ 15 મે સુધીનું લોકડાઉન, મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાત

કોરોનાના વધતા કહેર વચ્ચે બિહારમાં પણ 15 મે સુધીનું લોકડાઉન, મુખ્યમંત્રી નીતિશ કુમારની જાહેરાત

પટના, તા. 4 મે 2021, મંગળવાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. જે બંધ થવાનું નામ જ નથી લઇ રહી. જેના કારણે એક બાદ એક રાજ્યોમાં લોકડાઉન લાગુ થઇ રહ્યું છે. ત્યારે આ યાદીમા વધારે એક નામ ઉમેરાયું છે. કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇને બિહાર સરકાર દ્વારા પણ 15 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટ પ્રસ્તાવ ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ગાઇડલાઇન જલ્દી જાહેર કરવામાં આવસે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓડિશા અને હરિયાણા સરકાર પણ રાજ્યમાં લોકડાઉન જાહેર કરી ચુકી છે. તેવામાં બિહારમાં પણ કોરોના વાયરસનો કહેર બેકાબૂ થયો છે. જેના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજની અછત સર્જાઇ છે. કોરોના વાયરસની ચેઇન તોડવા માટે બિહાર સરકાર પર સતત લોકડાઉન લાગુ કરવાનું દબાણ થઇ રહ્યું હતું.પચના હાઇકોર્ટે પણ સરકારને લોકડાઉન અંગે સવાલ કર્યો હતો. ત્યારે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

Share: