કોરોનાનો હાહાકાર: રાજ્યમાં આજે 14,327 નવા કેસ, 180 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 7010

કોરોનાનો હાહાકાર: રાજ્યમાં આજે 14,327 નવા કેસ, 180 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 7010

ગાંધીનગર, 29 એપ્રિલ 2021 ગુરૂવાર

કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાઇ રહ્યો છે, તેની સાથે-સાથે મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,327 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 180 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 9,544 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,08,368 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. 

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,53,172 પર પહોંચ્યો છે. જ્યારે 4,08,368 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાએ અત્યાર સુધી 7010 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 572 દર્દીઓ છે અને 1,37,222 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 7010 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.

રાજ્યમાં આજે કોરોનાનાં 180 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 22, રાજકોટમાં 21, વડોદરામાં 18, જામનગરમાં 18, ભાવનગરમાં 6, સાબરકાંઠામાં 9, સુરેન્દ્રનગર, કચ્છમાં 8-8, જૂનાગઢમાં 5, બનાસકાંઠામાં 4, મહીસાગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 4-4 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 2557, સુરતમાં 2360, વડોદરામાં 454, રાજકોટમાં 710, જામનગરમાં 615, મહેસાણામાં 412, બનાસકાંઠામાં 322, ગાંધીનગરમાં 223, ભાવનગરમાં 180, ખેડામાં 144 સહિત કુલ 9544 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં નોધાયેલા નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5319, સુરતમાં 2192, વડોદરામાં 860, રાજકોટમાં 636, જામનગરમાં 701, ભાવનગરમાં 444, મહેસાણામાં 551, ગાંધીનગરમાં 349, જૂનાગઢમાં 293, પાટણમાં 241, બનાસકાંઠામાં 231, દાહોદ, સુરેન્દ્રનગરમાં 227-227, કચ્છમાં 186, ભરૂચમાં 185, ખેડામાં 169, અમરેલીમાં 146, વલસાડમાં 130, નવસારીમાં 128, આણંદમાં 125 સહિત કુલ 14327 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 96,33,415 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 22,89,426 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,64,979 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

Share: