કોરોનનાનો કહેર: રાજ્યમાં 14296 નવા કેસ, 157 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 6328

કોરોનનાનો કહેર: રાજ્યમાં 14296 નવા કેસ, 157 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 6328

ગાંધીનગર, 25 એપ્રિલ 2021 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ખુબ તીવ્ર ગતિએ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, રાજ્યમાં આજે 14,296 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 157 દર્દીઓનાં મોત થયા છે, તે સાથે જ કુલ મૃત્યુઆંક 6328 પર પહોંચી ગયો છે, જ્યારે 6,727ઓ સાજા થયા છે, અત્યાર સુધીમાં 3,74,699 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં હાલ રિકવરી રેટ 75.54 ટકા જેટલો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,15,006 પર પહોંચી ગઇ છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકોની સ્થિતી સ્ટેબલ છે. રાજ્યમાં 

રાજ્યમાં આજે 157 દર્દીઓનાં મોત થયા જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11,  સુરત-1, જામનગર કોર્પોરેશન 8,    જામનગર-6,  બનાસકાંઠા-4,  ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3,   સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1,  અમરેલી 2,  અમદાવાદ 2, રાજકોટ 6,  મોરબી 6,  દેવભૂમિ દ્વારકામાં 1 અને  બોટાદમાં 1 મોત થયું છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 5790,  સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413,  જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282,  ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173,  ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143,  જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130,  ગાંધીનગર 128, નવસારી 121,  જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41,   દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા.  

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,12,95,536 લોકોને રસી લગાવવામાં આવી છે.

Share: