રાજ્યમાં પરિસ્થિતી વણસી, આજે કોરોનાનાં સૌ પ્રથમ વખત 10340 નવા કેસ, 110નાં દર્દીઓનાં મોત

રાજ્યમાં પરિસ્થિતી વણસી, આજે કોરોનાનાં સૌ પ્રથમ વખત 10340 નવા કેસ, 110નાં દર્દીઓનાં મોત

ગાંધીનગર, 18 એપ્રિલ 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણથી પરિસ્થિતી દિનપ્રતિદિન વિકટ બની રહી છે, કોરોનાની આ બીજી લહેર પહેલા કરતા પણ વધુ ખતરનાક બની છે, આજે સૌપ્રથમ વખત રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે 110 દર્દીઓનાં મોત થયા છે તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 5377 પર થયો છે.   

 રાજ્યમાં આજે 3981 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 61,647 થઇ છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા થયો છે. 

આજે રાજ્યમાં કુલ 110 દર્દીઓના કોરોનાથી મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7,  ગાંધીનગર-4, સુરત-4, ભરૂચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ કેસનો સમાવેશ થાય છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના સંક્રમણની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3641, સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ  કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389,  વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60,  ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને રસીનો પહેલો ડોઝ અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,02,88,012 લોકોને લગાવવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 65,901 વ્યક્તિઓનું વેક્સિનનો પ્રથમ ડોઝ અને 43,966 વ્યક્તિઓનું બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. 

Share: