પશ્ચિમ બંગાળઃ ચૂંટણી પ્રચાર વચ્ચે વધ્યુ કોરોના સંક્રમણ, રોજ 3000 નવા કેસ નોંધાઈ રહ્યા છે

પશ્ચિમ બંગાળઃ ચૂંટણી પ્રચાર વચ્ચે વધ્યુ કોરોના સંક્રમણ, રોજ 3000 નવા કેસ નોંધાઈ રહ્યા છે

કોલકત્તા, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

દેશના જે રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં શું કોરોનાનો કહેર નથી …આવો સવાલ થવો સ્વાભાવિક છે અને તેનો જવાબ એ છે કે, કોરોનાનો કહેર ત્યાં પણ છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટેની સભાઓમાં ઉમટી રહેલી લાખો લોકોની ભીડ વચ્ચે કોરોનાના સંક્રમણે પણ વેગ પકડ્યો છે. આઠ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટેની રેલીઓની સાથે હવે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. બંગાળમાં કોરોનાથી થતા મોતની ટકાવારી 1.7 ટકા થઈ છે જે દેશમાં ત્રીજા ક્રમે છે અને મહારાષ્ટ્ર જેટલી જ છે. જ્યારે દેશનો આંકડો 1.3 ટકા છે.

કોરોના સંક્રમણના મામલામાં બંગાળ દેશામં સાતમા ક્રમ પર છે. બંગાળમાં સંક્રમણનો દર 6.5 ટકા જેટલો છે.પાડોશી રાજ્યો બિહાર, ઝારખંડ, આસામ અને ઓરિસ્સા કરતા અહીંયા સંક્રમણ વધ્યુ છે. છેલ્લા સાત દિવસથી બંગાળમાં રોજ 3000 જેટલા નવા દર્દીઓ આવીર હ્યા છે. જ્યારે બિહારમાં રોજ 2122, ઝારખંડમાં 1734 કેસ નોંધાઈ રહ્યા છે.આસામમાં જોકે 234 જ નવા કેસ રોજ નોંધાય છે.

બંગાળની સ્થિતિ મહારાષ્ટ્ર, પંજાબ, કેરાલા કરતા સારી છે પણ જે રીતે નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાની વાત છે.

Share: