મોડે મોડે પણ રુપાણી જાગ્યા : કોરોનાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ કરવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

મોડે મોડે પણ રુપાણી જાગ્યા :  કોરોનાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ કરવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

ગાંધીનગર, તા. 8 એપ્રિલ 2021, શુક્રવાર

ગુજરાતમાં હાલમાં કરોના વાયરસની જે સ્થિતિ સર્જાઇ છે, તેન પાછળ લોકો રાજકિય નેતાઓ અને ચૂંટમઈઓને જવાબદાર ગણી રહ્યા છે. લોકો સતત સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેવામાં ત્યારની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે પણ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાઇ રહી છે, તેના માટે સભાઓ અને પ્રચાર પણ શરુ છે. જેની સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે મોડે મોડે પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી જાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.

રાજ્યમાં વધી રહેલા કોરોનાના વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચને પત્ર લખ્યો છે. સીએમ રૂપાણીએ ચૂંટણી પંચને લખેલા પત્રમાં રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત કરી છે. વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમથી ચૂંટણી સ્થગિત કરવાની અપીલ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખી જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુજ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર કાર્યરત રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.

સીએમ વિજય રૂપાણીએ પત્ર રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી કરી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ અંગે ચૂંટણી પંચ દ્વારા શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

Share: