મધ્યપ્રદેશમાં સરકારી ઓફિસો માત્ર પાંચ દિવસ ખુલશે, રવિવારે સંપૂર્ણ લોકડાઉન, છીંદવાડામાં અઠવાડિયાનું લોકડાઉ

મધ્યપ્રદેશમાં સરકારી ઓફિસો માત્ર પાંચ દિવસ ખુલશે, રવિવારે સંપૂર્ણ લોકડાઉન, છીંદવાડામાં અઠવાડિયાનું લોકડાઉ

ભોપાલ, તા. 7 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તેને ધ્યાને લઇને વિવિધ રાજ્યો પોતાની રીતે આંશિક પ્રતિબંધો લગાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે પણ એક મહત્વનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી હાઇ લેવલ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો છે કે હવે રાજ્યની તમામ સરકારી ઓફિસ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ખુલી રહેશે. આવનારા ત્રણ મહિના સુધી તમામ સરકારી ઓફિસોમાં માત્ર સોમવારથી શુક્રવાર સવારે 10થી સાંજે 6 સુધી કામ થશે. શનિવારે અને રવિવારે તમામ સરકારી ઓફિસ બંધ રહેશે.

આ સિવાય રાજ્યના તમામ શહેરોમાં 8 એપ્રિલથી આગામી આદેશ સુધી રારે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. સાથએ જ મધ્યપ્રદેશ સરકાર દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની દૂકાન અને સંસ્થા ખોલવા પર પ્રતિબં રહેશે. આવું નહીં કરનાર વ્યક્તિ સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત કોરોનાના ફેલાવાને જોતા છિંદવાડાની અંદર એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તો શાજાપુરમાં પણ બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યુ છે. શિવરાજ સિંહ કહ્યું કે રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત લોકડાઉન લગાવવામાં આવશે. જે જિલ્લામાં જરુર પડશે ત્યાં અંતિમ વિકલ્પ તરીકે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે. 

Share: