કોરોનાથી હાહાકાર, રાજ્યમાં આજે 2815 નવા કેસ, 13 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4552

કોરોનાથી હાહાકાર, રાજ્યમાં આજે 2815 નવા કેસ, 13 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4552

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 શનિવાર  

ગુજરાતમાં કોરોનાનો કહેર બેકાબુ બન્યો છે, અને આ ભયાવહ સ્થિતીથી સૌ કોઇ ચિંતિત છે, આજે કોરોના વાયરસનાં 2815 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે, રાજ્યમાં આજે 2063 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 2,96,713 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ  14298 કેસ છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 દર્દીઓની સ્થિતી સ્ટેબલ છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 94.03 ટકા છે. 

રાજ્યમાં આજે કુલ કુલ 13 દર્દીઓનાં મોત થયા છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, તાપીમાં 1 અને વડોદરામાં 1 મોત સાથે હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4552 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 646, સુરત કોર્પોરેશનમાં 526, વડોદરા કોર્પોરેશનમાં 303, રાજકોટ  કોર્પોરેશનમાં 236, સુરત 161, વડોદરા 81, મહેસાણા-54, પાટણ-51, ભાવનગર કોર્પોરેશન-44, રાજકોટ-41, ગાંધીનગર -39, મહીસાગર-39, જામનગર કોર્પોરેશન-38,  ભરૂચ-36, ખેડા-36, નર્મદા-36, પંચમહાલ-36, દાહોદ-32, આણંદ-29,  ગાંધીનગર કોર્પોરેશન-29, જામનગર-29, કચ્છ-26, મોરબી-26, સાબરકાંઠા-24, સુરેન્દ્રનગર-22, વલસાડ-21, અમરેલી-20, બનાસકાંઠા-19, ભાવનગર-18, જુનાગઢ કોર્પોરેશન-18, દેવભૂમિ દ્વારકા-16, નવસારી-15, છોટાઉદેપુર-14, અમદાવાદ-13 અને જુનાગઢમાં 10 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 62,30,249 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,64,347 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 69,94,596 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,71,055 લોકોને રસી લગાવવામાં આવી છે.  

Share: