Corona Cases: રાજ્યમાં આજે અધધધ.. 2410 નવા કેસ, 9 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4528

Corona Cases: રાજ્યમાં આજે અધધધ.. 2410 નવા કેસ, 9 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4528

ગાંધીનગર, 1 એપ્રિલ 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે, તે સૌ કોઇ માટે  ચિંતાજનક છે, આજે રાજ્યમાં કોરોના વાયરસનાં 2410 કેસ નોંધાયા છે,. જ્યારે વધુ 9 લોકોનાં કોરોના સંક્રમણથી મોત થયાં. રાજ્યમાં આજે 2015 દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,92,584 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. તો રેટ 94.35 ટકા છે. 

આજે રાજ્યમાં કુલ 9  લોકોના મોત થયા, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 1 અને ભાવનગરમાં 1 મોત સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોનાં કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6,97,680 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 60,65,682 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,69,262 વ્યક્તિઓને રસી લગાવવામાં આવી છે.

Share: