પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇનમાં વધારો, હવે 30 જૂન સુધીનો સમય

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ડેડલાઇનમાં વધારો, હવે 30 જૂન સુધીનો સમય

નવી દિલ્હી, તા. 31 માર્ચ 2021, બુધવાર

કોરોના મહામારી કે અનય કોઇ કારણોસર જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરી શક્યા તો તમારા માટે મોટા રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે પાનને આધાર સાથે જોડવાની સમયમર્યાદામાં ત્રણ મહિનાનો વદારો કર્યો છે. પહેલા છેલ્લી તારીખ 31 માર્ચ હતી, જ્યારે હવે તેને વદારીને 30 જૂન કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારના પહેલા આદેશ પ્રમાણે આજે રાત્રે 12 વાગે ડેડલાઇન પુરી થતી હતી, જેના ત્રણ કલાક પહેલા જ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે કોરોના મહામારીના કારણે ઉભી થયેલા પરિસ્થિતિને ધ્યાને રાખીને પાનને આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2021 સુધી વધારી છે. ઉલ્લેખનીય છે કે આજે છેલ્લો દિવસ હોવાના કારણે વેબસાઇટ પર લકોનો ધસારો થયો હતો. જેના કારણે સાઇટ ક્રેશ થઇ હતી.

સૌથી પહેલા ઇન્કમ ટેક્સ વિભગની વેબસાઇટ 12:30 વાગે ક્રેશ થઇ હતી. સાજે 6 વાગ્યા સુધી સતત થોડી થોડી વારે સાઇટ ક્રેશ થતી રહી. જેના કારણે આજે લોકો પોતાના પાનને આધાર સાથે લિંક ના કરાવી શક્યા. અનેક લોકો સાઇટ ક્રેશ થવાના કારણે પરેશાન થયા અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો.

Share: