દિલ્હીના મુખ્યમંત્રીની સત્તા પર કાપ : રાજ્યપાલ સર્વેસર્વા

દિલ્હીના મુખ્યમંત્રીની સત્તા પર કાપ : રાજ્યપાલ સર્વેસર્વા

લોકસભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે બહુમતીથી બિલ પસાર

જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ, મુખ્ય મંત્રીની સત્તા છીનવી ચૂંટણીમાં હારેલા લોકો સરકાર ચલાવવા માગે છે : કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીની આમ આદમી પાર્ટી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે વિવાદ ફરી શરૂ થઇ ગયો છે. અગાઉ કેજરીવાલ સરકારની ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના પર કેન્દ્રએ બ્રેક મારી હતી, હવે એક બિલ લોકસભામાં સરકારે પસાર કરી દીધુ છે. જેમાં દિલ્હીની સરકાર એટલે દિલ્હીના રાજ્યપાલ તેમ કહેવામાં આવ્યું છે. 

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્ય મંત્રીની તાકતોને વેતરી નાખવા માટે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. જેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેએ વિરોધ કર્યો હતો. સાથે આ બિલને ગેરબંધારણીય પણ ગણાવ્યું હતું.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ બિલ એ લોકોની શક્તિઓને છીનવી લે છે કે જેઓને લોકો દ્વારા મત આપવામાં આવ્યા હોય. આ બિલ ચૂંટણી હારનારાઓને દિલ્હીમાં સરકાર ચલાવવાની શક્તી પ્રદાન કરી રહ્યું છે જે ખોટુ છે. 

ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ 2021ને લોકસભામાં ચર્ચા માટે રજુ કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ દાવો કર્યો હતો કે દિલ્હી એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભાની વ્યવસૃથા પણ છે.

માટે એક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાને કારણે બધા જ નિર્ણય તે રીતે જ લેવામાં આવ્યા છે. કેટલીક સ્પષ્ટતા માટે આ બિલ લાવવામાં આવ્યું છે કે જેથી દિલ્હીના લોકોને તેનાથી ફાયદો થાય. આ બિલ બન્ને ગૃહમા ંપસાર થઇ જતા તે કાયદો બની જશે અને દિલ્હીમાં મુખ્ય મંત્રી નહીં પણ ઉપ રાજ્યપાલ જ સર્વોચ્ચ સત્તા ધરાવતા બની જશે.

Share: