સુરત: મોટા વરાછામાં નવ નિર્મિત બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા ચાર મજૂરના મોત

સુરત: મોટા વરાછામાં નવ નિર્મિત બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા ચાર મજૂરના મોત

સુરત, તા. 23 માર્ચ 2021, મંગળવાર

શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગોઝારી ઘટના સામે આવી છે. અહીં નવ નિર્મિત બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા સાતથી આઠ મજૂરો દટાયા છે.  ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરુ કરી હતી. આ ગોઝારી ઘટનામાં ચાર શ્રમિકનું મોત નીપજ્યુ છે. 

આ ઘટનાની મળતી માહિતી અનુસાર આજે બપોરે શહેરના મોટા વરાછા વિસ્તારમાં સિલ્વર પેરેડાઈઝ નામની નવ નિર્મિત બિલ્ડીંગની દીવાલ ધરાશાહી થતા સાતથી આઠ જેટલા મજૂરો દટાયા હતા. આ લખાય છે ત્યાં સુધીમાં ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરુ કરી દીધી છે. જેમાં ચાર મજૂરા મોત નીપજ્યાં છે. જ્યારે એક મજૂરની હાલત ગંભીર છે જેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ત્રણ મજૂરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહીં છે. 

બીજા મજૂરોને હજુ બહાર કાઢવાની કામગીરી ચાલી રહીં છે.  હાલ આ બચાવકામગીરીમાં ફાયરવિભાગની ટીમની સાથે સ્થાનિકો પણ મદદ કરી રહ્યાં છે. 

– અર્જુન કુમારદાશ 23 ઇજા ગ્રસ્ત
– અજય સુરેન્દ્ર શર્મા 30 મૃતક
– પિન્ટુ અશોક શાહ 20 મૃતક
– શંકર સુખદેવ શર્મા 28 મૃતક
– અજાણ્યો શખ્સ 30 મૃતક

Share: